Uncategorized

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી, SCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરાઈ છે. આજે (ચોથી ફેબ્રુઆરી) પત્રકાર પરિષદને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું, કે ‘ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને સમાન હક મળે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઇની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.’

યુનિફોર્મ સિવિલ કોડ માટે કમિટીના અધ્યક્ષ અને સભ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, ‘ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત સ્વીકારવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની આગેવાનીમાં હેઠળ પાંચ સભ્યની કમિટીની રચના કરી છે. આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત IAS અધિકારી સી.એલ. મીણા, એડવોકેટ આર.સી. કોડેકર, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ પણ સભ્ય છે. આ કમિટી 45 દિવસમાં એક રિપોર્ટ રજૂ કરશે, તેની સમીક્ષા કર્યા પછી રાજ્ય સરકાર આગળ નિર્ણય કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!