વડોદરામાં કારમાં દારૂ પીતા-પીતા નબીરાએ અકસ્માત સર્જયો, બાઈકચાલકને લીધો અડફેટે
વડોદરા શહેરમાં વધુ એક નબીરાએ કર્યો અકસ્માત

વડોદરા શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત કર્યો હોવાની વાત સામે આવી છે જેમાં તાંદલજામાં કારચાલકે બાઇક સવારને અડફેટે લીધો છે,તો કારચાલક ભાગે તે પહેલા લોકોએ તેને ઝડપી મેથીપાક ચખાડયો હતો,તો કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે,તો કારચાલકે કહ્યું કે,કાર ચલાવતા હું દારૂનો નશો કરી રહ્યો હતો.
અકસ્માત કરી કારચાલક ભાગવા જતા લોકોએ ઝડપ્યો
ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યાં છે ત્યારે વધુ એક અકસ્માત વડોદરાના તાંદલજામાં થયો છે જેમાં કાર ચાલકે ફુલ સ્પીડમાં કાર હંકારીને બાઈક ચાલકને અડફેટે લીધો છે,તો કારમાં ચાલકની સીટ નજીક જ દારૂની બોટલ મળી આવી હતી,તો નશામાં બેફામ કાર ચલાવીને નબીરાએ અકસ્માત સર્જતા લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી છે,આ સમગ્ર કેસમાં જે પી રોડ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,કારચાલકે જાહેરમાં માફી પણ માંગી હોવાની વાત સામે આવી છે.
કારમાં ચાલકની સીટ નજીક જ પડી હતી દારૂની બોટલ
વડોદરામાં નબીરાએ અકસ્માત કર્યાને 24 કલાક થયા ત્યાં બીજો અકસ્માત સામે આવ્યો છે આ અકસ્માતમાં પણ નબીરાએ એક બાઈક ચાલકને અડફેટે લેતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે,તો સ્થાનિકોએ બાઈક ચાલકને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડી આપ્યો છે અને નબીરાને મેથીપાક આપીને પોલીસને સોંપ્યો છે,આરોપી કાર ચાલકે એટલો નશો કર્યો હતો કે તે ઉભો રહેવાનો પણ લાયક ન હતો.જેપી રોડ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી છે.