વડોદરા ના એકતાનગરમાં પોલીસવાન પર પથ્થરમારો, 11 સામે ગુનો નોંધી 7 યુવાનોની ધરપકડ
યુવાનો એ PCR વાન પર પથ્થરમારો કર્યો.

વડોદરાના આજવા રોડ પર એકતાનગરમાં પોલીસવાન પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. જૂથ અથડામણની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તેવામાં ઝઘડતા યુવાનોએ PRC વાન પર પથ્થરમારો કર્યો હતો. સરકારી વાહનને નુકસાન બદલ બાપોદ પોલીસે 11 સામે ગુનો નોંધી 7ની ધરપકડ કરી છે.
વડોદરા શહેરના આજવા રોડ એકતાનગર વિસ્તારમાં મંગળવારની મોડીરાત્રે એક જ કોમના બે યુવાનો વચ્ચે નજીવી બાબતે તકરાર સર્જાયા બાદબે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચી હતી. તેવામાં અચાનક પોલીસવાન પર પથ્થર મારો થયો હતો. બે જૂથ અથડામણમાં પોલીસ મામલો થાળે પાડવા જતા જ ઝઘડતા યુવાનોએ PCR વાન પર પથ્થરમારો કર્યો હતો.
જૂથ અથડામણમાં સરકારી વાહનને નુકસાન બદલ બાપોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બાપોદ પોલીસે સરકારી વાહનોને નુકસાન બદલ 11 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને 7 જેટલાં લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.