છોટા ઉદેપુર
Trending

છોટાઉદેપુર નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારની ફક્ત 1 મતથી જીત

છોટા ઉદેપુર નગર પાલિકાના ચૂંટણી પરિણામ આવવા લાગ્યા છે. જેમાં વોર્ડ નં ૧ માં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે.

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ આવી ગયું છે. પરિણામમાં બીજેપીનો દબદબો જોવા મળ્યો છે. 66 નગરપાલિકાની સામાન્ય અને 2 નગરપાલિકાની મધ્યવર્તી ચૂંટણીનાં પરિણામમાં ભાજપે 62 પર કબજો કર્યો છે, જ્યારે કોંગ્રેસે એક સલાયા પાલિકા પર કબજો કર્યો છે, તો બે પાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કર્યો છે.

છોટા ઉદેપુર નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર

છોટા ઉદેપુર નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. અહીં ભાજપને 8 બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે. જ્યારે સમાજવાદી પાર્ટીને 6, બહુજન સમાજવાદી પાર્ટીને 4, ભારત નિર્માણ મંચ પાર્ટીને 1, સર્વ સમાજ પાર્ટી 4 અને અપક્ષ 4 મળી કુલ 28 સભ્યો ચૂંટાયા છે.

છોટાઉદેપુરમાં સપાના ઉમેદવારનો 1 મતથી વિજય

સૌથી ચોંકાવનારુ પરિણામ વોર્ડ નંબર 5માંથી આવ્યું છે.  છોટાઉદેપુરની નગરપાલિકાના વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફિસ શેખનો ફક્ત એક મતથી વિજય થયો છે.  તમને જણાવી દઈએ કે, છોટા ઉદેપુર નગરપાલિકાની કુલ 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટાઈ હતી. જેમાં ભાજપ 8 બેઠક, સપા 6 બેઠક, બસપા 4 બેઠક તેમજ કોંગ્રેસ 1 બેઠક અને અન્યના ખાતામાં 9 બેઠક આવી હતી. તો બીજી તરફ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ રાણાવાવ અને કુતિયાણા એમ બે નગરપાલિકા પણ કબજે કરી છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એસપીએ જોરદાર પ્રદર્શન કર્યું છે. રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા પર એસપીનો વિજય થયો છે. તમને જણાવી દઈએ કે, આ નગરપાલિકામાં કાંધલ જાડેજાનો દબદબો છે અને કાંધલ જાડેજા એસપીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. કુતિયાણા નગરપાલિકાની 24 સીટમાંથી સમાજવાદી પાર્ટીને 14 સીટ મળતા કાંધલ જાડેજાનો દબદબો યથાવત રહ્યો છે. જ્યારે ભાજપને 10 સીટ મળતા ઢેલી બહેનને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઢેલીબેન 1995થી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા. આમ તેમના એક ચક્રી શાસનનો અંત આવ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ રાણાવાવ અને કુતિયાણા એમ બે નગરપાલિકા પણ કબજે કરી છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એસપીએ જોરદાર પ્રદર્શન કર્યું છે. રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા પર એસપીનો વિજય થયો છે. તમને જણાવી દઈએ કે, આ નગરપાલિકામાં કાંધલ જાડેજાનો દબદબો છે અને કાંધલ જાડેજા એસપીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. કુતિયાણા નગરપાલિકાની 24 સીટમાંથી સમાજવાદી પાર્ટીને 14 સીટ મળતા કાંધલ જાડેજાનો દબદબો યથાવત રહ્યો છે. જ્યારે ભાજપને 10 સીટ મળતા ઢેલી બહેનને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઢેલીબેન 1995થી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા. આમ તેમના એક ચક્રી શાસનનો અંત આવ્યો છે.ઓડેદરાનું શાસન ચાલતું હતું. આ વખતે ઢેલીબેન ઓડેદરાની સામે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ તેના સગ્ગા ભાઈ કાના સહિતની ટીમ સમાજવાદી પાર્ટીમાંથી પાલિકામાં ઉતારી હતી. જેમાં કાના જાડેજાની ટીમનો વિજય થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!