ગુજરાત
સારંગપુર શ્રીકષ્ટભંજનદેવ દાદાને હોળીના પર્વ નિમિતે વિશેષ શણગાર તથા અન્નકૂટ ધરાવાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજરોજ સાળંગપુરમાં રંગોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે અંતર્ગત દાદાને વિશેષ શણગાર અને ભોગ ધરાવવામાં આવી રહ્યા છે.આજે શ્રીકષ્ટભંજનદેવ દાદાને જરદોશીના વર્કવાળા વાઘા, સેવંતિના ફુલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર તથા ખજુર, ધાણી, સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો.