વડોદરા
સાવલી તાલુકાના લાલજીપુરા ગામે કિશોરીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

સાવલી તાલુકાના લાલજીપુરા ગામે કિશોરીને ખેતરમાં કામ કરવાનું કહેતા લાગી આવ્યું હતું. તેથી ગળાફાંસો ખાઇ જીવા દોરી ટૂંકાવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સાવલી તાલુકાના લાલજીપુરા ગામના કોઠીવાળા ફળિયામાં રહેતા 35 વર્ષના નીતાબેન નરેશભાઈ પરમારે મંજુસર પોલીસમાં જણાવ્યું હતું કે હાલમાં ખેતરમાં કામ ચાલી રહ્યું છે ત્યારે તેમણે પોતાની 17 વર્ષની દીકરી આયશાને પણ 10મી તારીખે બપોરે 1:00 વાગ્યે ખેતરમાં કામ કરવા માટે કહ્યું હતું. પરંતુ આયશાને કામ કરવું ન હોવાથી લાગી આવ્યું હતું. અને ઘરના લોખંડના સ્લેબના હુક પર લટકી જીવતર ટૂંકાવ્યું હતું. પોલીસે ઘટના સ્થળે જઈ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.