વડોદરામાં ડોકટર અને અન્ય આરોપીઓએ 149 કારની કરી ચોરી, ક્રાઈમબ્રાન્ચે ઉકેલ્યો ભેદ

વડોદરામાં કાર ચોરી કરતી ટોળકી વડોદરા ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગઈ છે,આ ટોળકીએ 149 ઈકો કારની ચોરી કરી છે,જેમાં પૂનાના તબીબ સહિત 3 આરોપીઓ ઝડપાયા છે,અમદાવાદ અને વડોદરામાં કારની ચોરી કરતા હોવાની વાત સામે આવી છે.ચોરીનો મુખ્ય આરોપી હરેશ માણીયા કે જે ડોકટર છે અને તે કારની ચોરીમાં સંડોવાયેલો છે,અન્ય આરોપી અરવિંદ અને તાહેર ત્રિવેદી સાથે મળી કારની ચોરી કરતા હતા,અત્યાર સુધી આરોપીઓએ 149 કાર ભંગારમાં વેચી હોવાની કબૂલાત કરી છે.
કાર ચોરીની માસ્ટર માઈન્ડ ટોળકી ઝડપાઈ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચના હાથે કાર ચોરીની માસ્ટર ટોળકી ઝડપાઈ ગઈ છે,જેમાં 149 ઇકો કારની ચોરીનો કેસ ઉકેલાયો છે,પૂનાનો ડોકટર કારની ચોરી કરવા માટે અમદાવાદ અને વડોદરા આવતો હતો,મુખ્ય આરોપી ડોકટર BHMS છે,ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે ધરપકડ કરી ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
આરોપીઓને કારેલીબાગ પોલીસને સોંપ્યા
અમદાવાદ અને વડોદરામાં એક બે નહી પરંતું 149 ઈકો કારની ચોરીઓ કરી તેને સ્કેપવાળાને વેંચી દઈ કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા પુનાની તબીબ સહિત ત્રણ આરોપીઓને શહેર કાઈમ બાન્યની ટીમે ઝડપી પાડયા હતા. પ્રાથમિક તપાસમાં આ ત્રિપુટીએ વડોદરામાં ત્રણ સ્થળે કારની ચોરી કરી હોવાની વિગતો મળતાં પોલીસે તેઓની પાસેથી ચોરી કરેલી બે કાર કબજે કરી તેઓને કારેલીબાગ પોલીસને હવાલે કર્યા છે.આરોપીઓએ ગુજરાત સિવાય અન્ય જિલ્લામાં ચોરી કરી છે કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે,સાથે સાથે જે કાર ભંગારવામાં વેચતા હતા તે વેપારીઓને પણ બોલાવીને પૂછપરછ હાથધરી છે.