યાત્રાધામ પાવાગઢમાં આવતીકાલે સાંજે 6.15 વાગ્યે થશે હોલિકા દહન

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ ગણાતા પાવાગઢ ડુંગરની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરે આવતી કાલે તા.13 માર્ચના રોજ સાંજે 6:15 કલાકે પરંપરાગત નાળીયેરના કુચા, નાળીયેર સહિતની સામગ્રીથી તૈયાર કરેલ હોલિકા પ્રગટાવાશે. આ હોલિકા દહનના દર્શન દૂરદૂર સુધીથી થાય છે.
પાવગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ જાહેરાત અનુસાર પાવાગઢ ડુંગર ઉપર આવતી કાલે તા. 13 માર્ચના રોજ સાંજે 6:15 કલાકે હોલિકા દહન કરવામાં આવનાર છે. શાસ્ત્રોક્ત વિધિથી સાંજે પાવાગઢ ડુંગરની ટોચ ઉપર પ્રગટાવવામાં આવેલી હોળીની પૂજા અર્ચના કરવા મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડતા હોય છે.
ખજૂર, ઘાણી, અંબાના નાના ફળ (મરવા) અને દાળિયા તેમજ જળ લઇ લઈ હોળીની પૂજા કરી ધન્યતા અનુભવતા હોય છે સાથે પાવાગઢ ડુંગરની ટોચ પર શાસ્ત્રોક્ત વિધિથી હોળી પ્રગટાવ્યા બાદ હાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા સહીતના અનેક ગામડાઓમાં હોલિકા દહન કરવામાં આવે આવશે.