ગુજરાત રાજ્યમાં ગરમીના પ્રકોપની શરૂઆત, ભુજમાં નોંધાયુ સૌથી વધુ તાપમાન
9 જિલ્લા માં રેડ એલર્ટ જાહેર કરાયું

ગુજરાતમાં માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી જોવા મળી. માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થતાં લોકો ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ. રાજયમાં કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગે સિવિયર હિટ વેવ ના કારણે અપાયું રેડ એલર્ટ જારી કર્યું. આજે અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.
તાપમાનમાં થયો વધારો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં માર્ચ મહિનાની શરૂઆતમાં રાજયનું સરેરાશ તાપમાન 40 ડિગ્રીએ પંહોચ્યું છે. સામાન્ય રીતે એપ્રિલ અને મે માં ગરમીનો પારો 40 અને 45 ડિગ્રીની આસપાસ જોવા મળે છે. જયારે માર્ચ મહિનાથી તાપમાન 40 ડિગ્રીએ પંહોચતા આગામી દિવસોમાં કાળઝાળ ગરમીના એંધાણ જોવા મળે છે. આ સપ્તાહમાં અનેક વિસ્તારોમાં સિવિયર હિટ વેવ ના કારણે IMDએ રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકતા લોકોનો ઘરો અને ઓફિસમાં A.C. ઓન થઈ ગયા છે. ગત સપ્તાહે ઠંડા પવનો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે આ સપ્તાહના આરંભમાં જ હવામાનમાં પલટો આવ્યો અને ગરમીનો પારો 40 ડિગ્રી એ પંહોચ્યો. અને સપ્તાહના અંત સુધીમાં તાપમાન 42 ડિગ્રીએ પંહોચવાનું અનુમાન છે.