વડોદરા
વડોદરા ના ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
લોકોની લાગણી અને માંગણીને લઇ CMને રજૂઆત

વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા ધારાસભ્ય શૈલેશ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. આ પત્રમાં ધારાસભ્યએ રજૂઆત કરી કે ભાયલી વિસ્તારનો ડભોઇ વિધાનસભામાં સમાવેશ થયો છે. અને આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લઘુમતી સમુદાયની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. લઘુમતી વસ્તીમાં વધારો થતાં અન્ય ધર્મના સ્થાનિકો સ્થળાંતર કરી રહ્યા છે. અને એટલે જ લઘુમતી સમુદાયનું અતિક્રમણ રોકવા ધારાસભ્યએ CM ભૂપેન્દ્રપટેલને પત્ર લખી અશાંતધારો લાગુ કરવા રજૂઆત કરી.