વડોદરા
બાકી વેરા સામે VMC ની સીલિંગ ઝુંબેશ..

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 19 વહીવટી વોર્ડમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકત વેરાના બાકીદારોને ત્યાં સિલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં વડોદરા પાલિકા દ્વારા મિલકત વેરામાં વ્યાજ માફીની યોજના ચાલુ છે. જેમાં પાછલા બાકીના વ્યાજમાં 80 ટકા સુધીની માફી આપવામાં આવે છે. શુક્રવારે 250 જેટલી મિલકતોને સીલ મારી દેવામાં આવી છે. આ કામગીરી 31 માર્ચ, 2025 સુધી સતત ચાલુ રહેશે.