Delhi Election Result: જનશક્તિ સર્વોપરી, BJPની જીત થતા બોલ્યા PM મોદી

દિલ્હીમાં કમળ ખીલ્યુ છે. દિલ્હીવાસીઓએ આમ આદમી પાર્ટીને જાકારો આપી દીધો છે. દિલ્હીમાં બીજેપીની જીત બાદ પીએમ મોદીની પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ કહ્યું કે જન શક્તિ સર્વોપરી છે. આ વિકાસ અને સુશાસનની જીત છે. દિલ્હીના તમામ ભાઇ બહેનોને આ ઐતિહાસિક જીત અપાવવા બદલ મારા વંદન અને અભિનંદન. તમે જે ભરપૂર આશીર્વાદ અને સ્નેહ આપ્યો તે બદલ તમારા લોકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર.
દિલ્હીવાસીઓને આપી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે દિલ્હીના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા અને તેના લોકોનું જીવન વધુ સારું બનાવવા માટે અમે કોઈ કસર છોડીશું નહીં, આ અમારી ગેરંટી છે.’ આ સાથે, એમ પણ સુનિશ્ચિત કરીશું કે દિલ્હી વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. મને મારા બધા ભાજપ કાર્યકરો પર ખૂબ ગર્વ છે જેમણે આ પ્રચંડ જનાદેશ માટે દિવસ-રાત મહેનત કરી. હવે અમે દિલ્હીના લોકોની સેવા કરવા માટે વધુ મજબૂતીથી સમર્પિત રહીશું.