દેશ

Budget 2025: બજેટમાં નોકરીયાત વર્ગને મોટી રાહત, 12 લાખ સુધીની કમાણી પણ કોઇ ટેક્સ નહીં

બજેટમાં મોદી સરકારે કરદાતાઓને મોટી ભેટ આપી હતી

નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે હવે 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નથી. આ ફેરફાર નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ કરવામાં આવ્યો છે. પહેલા 7 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ ભરવો પડતો ન હતો. સ્ટાન્ડર્ડ ડિડક્શન ફક્ત 75,000 રૂપિયા રાખવામાં આવ્યું છે.

હવે 24 લાખ રૂપિયાની આવક પર 30 ટકા ટેક્સ લાગશે. 75 હજાર રૂપિયા સુધીના સ્ટાન્ડર્ડ ડિડક્શન માટે છૂટ રહેશે. ઉપરાંત, 15-20 લાખ રૂપિયાની આવક પર 20 ટકા ટેક્સ લાગશે. 8-12 લાખ રૂપિયાની આવક પર 10 ટકા આવકવેરો લાગશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરી હતી. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.

0-4 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં

4-8 લાખ રૂપિયા સુધી 5 ટકા ટેક્સ

8-12 લાખ રૂપિયા સુધી 10 ટકા ટેક્સ

12-16 લાખ રૂપિયા સુધી 15 ટકા ટેક્સ

16-20 લાખ રૂપિયા સુધી 20 ટકા ટેક્સ

20-24 લાખ રૂપિયા સુધી 25 ટકા ટેક્સ

24 લાખ રૂપિયાથી વધુની રકમ પર 30 ટકા ટેક્સ

12 લાખ રૂપિયાની આવક પર શૂન્ય કર

નાણામંત્રી નિર્મલા સીતારમણની આ મોટી જાહેરાત બાદ મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે. જો કોઈ વ્યક્તિ વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે, તો તેને એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવાની જરૂર રહેશે નહીં. પરંતુ જો તે 12 લાખ રૂપિયાથી એક રૂપિયો પણ વધુ હોય, તો ટેક્સ ચૂકવવો પડશે.

ગયા વર્ષે પણ કર મુક્તિ ઉપલબ્ધ હતી

નોંધનીય છે કે ગયા બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને નવી કર વ્યવસ્થામાં મોટી ભેટ આપી હતી. આ મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી. હવે ફરી એકવાર મધ્યમ વર્ગને ભેટ આપવા માટે નવા ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

બજેટની ખાસ વાતો

ભારતીય રમકડાં માટે સપોર્ટ સ્કીમ

કિસાન ક્રેડિટ મર્યાદા 5 લાખ રૂપિયા છે. ખેડૂતોને સસ્તા વ્યાજે 5 લાખ રૂપિયાની લોન. કપાસના ખેડૂતો માટે પાંચ વર્ષનું પેકેજ.

આસામમાં યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે. 12.7 લાખ મેટ્રિક ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતો યુરિયા પ્લાન્ટ ખોલવામાં આવશે.

કૃષિ યોજનાઓનો લાભ 1.7 કરોડ ખેડૂતોને મળે છે.

કપાસ ઉત્પાદકતા માટે પાંચ વર્ષનું મિશન

બિહારના ખેડૂતો માટે ખાસ જાહેરાત. કઠોળ અને તેલીબિયાંમાં આત્મનિર્ભરતાનો લક્ષ્યાંક.

મખાનાના ખેડૂતો માટે બજેટમાં જાહેરાત. મખાના બોર્ડની રચના કરવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના ચલાવશે. આ યોજના 100 જિલ્લાઓમાં ચલાવવામાં આવશે. આ યોજના ઓછી ઉપજ આપતા વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે.

ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે છ વર્ષના મિશનની જાહેરાત.

ફળો અને શાકભાજી માટે એક વ્યાપક કાર્યક્રમની જાહેરાત.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!