
ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલા જ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી છે. માયાભાઈ આહીર ડાયરો ચાલુ કરે એ પહેલા જ તેમની તબિયત અચાનક લથડી અને પ્રાથમિક અનુમાન મુજબ તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાની જાણકારી મળી રહી છેડાયરો ચાલુ કરે એ પહેલાં જ માયાભાઈ આહીરની તબિયત લથડી
ડાયરા પહેલા જ્યાં માયાભાઈ આહીર પહેલા રોકાયા હતા તે ફાર્મ હાઉસમાં જ તેમને માઈનોર એટેક આવ્યો હતો. જો કે એટેક આવ્યો હોવા છતાં માયાભાઈ આહીર ડાયરાની જગ્યાએ લોકો વચ્ચે પહોંચ્યા હતા અને આયોજકોએ તેમની તબિયત ખરાબ હોવાથી પ્રોગ્રામ કરવાની ના પણ પડી હતી. તેમ છતાં માયાભાઈએ પોતાના ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખ્યો હતો. જો કે સ્તુતિ પૂર્ણ કર્યા બાદ માયાભાઈ આહીરને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.