
હાલમાં દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તજવીજ કેન્દ્ર સરકાર દ્વારા કરાઈ રહી છે. અમુક રાજ્યોએ આનો વિરોધ નોંધાવ્યો છે તો બીજી બાજુ ભાજપ શાસિત રાજ્યોમાં વિરોધ થયો નથી. ગુજરાત સરકાર દ્વારા પણ યુસીસી લાગુ કરવાની તજવીજ હાથ ધરાઈ છે અને સરકાર દ્વારા એક કમિટીની ગઠન કરવામાં આવ્યું છે. ત્યારે હવે ડેડીયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી યુસીસી મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.