ગુજરાત
કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન:કેન્સરની લાંબી સારવાર બાદ અંતિમશ્વાસ લીધા; વતન નગરાસણ ગામે પંચમહાભૂતમાં વિલિન

કડી વિધાનસભા ક્ષેત્રના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. ગઈકાલે(3 ફેબ્રુઆરી) તેમની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમણે અંતિમશ્વાસ લીધા હતા.