વડોદરા
પાદરા તાલુકાના ભોજ ગામે ખેડૂતો ની સમસ્યા નું નિવારણ ન થતા ગામ નાં ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી વડોદરા ખાતે જન આક્રોશ રેલી કાઢી ધરણા પર બેઠા..

પાદરા તાલુકાના ભોજ ગામે ખેડૂતો ની સમસ્યા નું નિવારણ ન થતા ગામ નાં ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી વડોદરા ખાતે જન આક્રોશ રેલી કાઢી ધરણા પર બેઠા..
જેમાં પાદરા તાલુકાના ભોજ ગામના 500 થી વધુ ખેડૂતો નો આવવા જવાનો રસ્તો રોકવામાં આવ્યો છે અને ગેરકાયદેસર ની દીવાલ બનાવવા માં આવી છે જેને કારણે સંપૂર્ણ ખેડૂતો નું આવવા જવાનુ બંધ થઇ ગયેલ છે. ખેડૂતો નો પાક પણ તૈયાર છે જેનું પણ મોટુ નુકશાન ખેડૂતો ને થશે માટે તાત્કાલિક ભોજ ગામ નાં ખેડૂતો ના આવવા જવાના રસ્તા પર જે દીવાલ બનાવવા માં આવી છે તેને તોડવાની માંગણી કરી હતી.