આણંદ માં આવેલ આંકલાવ માં 2 જૂથ વચ્ચે પથ્થર મારો, 10 લોકો ઇજાગ્રસ્ત
આણંદ પોલીસ ઘટના સ્થળે પોંહચી..

આણંદના આંકલાવમાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. આંકલાવના કંથારિયા ગામે એક જ કોમના બે પરિવારો વચ્ચે પથ્થરમારો થયો છે. કથારિયા પઢીયાર ફળીયામાં જૂની અદાવતમાં ઝઘડો થયો હતો અને ઝઘડો ઉગ્ર બનતા બંને પરિવારોએ સામસામે પથ્થરમારો કર્યો છે. પથ્થરમારાને લઈ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે.
ઝઘડો ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો કરાયો
તમને જણાવી દઈએ કે જૂની અદાવતમાં થયેલા પથ્થરમારામાં 10 જેટલા લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલમાં આંકલાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આંકલાવના કંથારિયા ગામે એક જ કોમના બે પરિવારો વચ્ચે થયેલી બબાલમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ઉલ્લેખનીય છે કે કંથારિયા પઢીયાર ફળીયામાં જૂની અદાવતમાં રીસ રાખીને ઝઘડો થતાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પરિવારના લોકોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. હાલમાં ઘટનાસ્થળે પોલીસનો કાફલો પહોંચી ગયો છે અને ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આ સિવાય સમગ્ર વિસ્તારમાં પણ પોલીસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.